NIACL Assistant Recruitment 2024: NIACL સહાયક ભરતી 2024 હેઠળ, ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડ (NIACL) એ 500 જગ્યાઓની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ જગ્યાઓ માટે 17 ડિસેમ્બર 2024 થી 1 જાન્યુઆરી 2025 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. ઉમેદવારની ઉંમર 21 થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ, SC/ST, OBC અને PWBD શ્રેણીઓ માટે છૂટછાટ આપવામાં આવે છે.
આ ભરતીમાં સહાયકની 500 જગ્યાઓ છે. શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, અરજી ફી અને પસંદગી પ્રક્રિયાની વિગતો કાળજીપૂર્વક વાંચો. આ ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરવા માટે, અધિકૃત વેબસાઈટની મુલાકાત લો અને અરજી કરો.
NIACL Assistant Recruitment 2024
સંસ્થા | New India Assurance Company Limited (NIACL) |
પોસ્ટનું નામ | અસિસ્ટન્ટ |
કુલ જગ્યા | 500 |
નોકરી સ્થાન | ભારતભરના વિવિધ સ્થળો |
અરજી શરૂ કરવાની તારીખ | 17 ડિસેમ્બર 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 1 જાન્યુઆરી 2025 |
ફી ભરવાની છેલ્લી તારીખ | 1 જાન્યુઆરી 2025 |
અરજી કરવાની રીત | ઓનલાઇન |
પગારધોરણ | ₹40,000/- (મેટ્રો સિટીમાં) |
NIACL Assistant Recruitment 2024 જગ્યાઓ
પોસ્ટનું નામ | અસિસ્ટન્ટ |
કુલ જગ્યા | 500 |
NIACL Assistant Recruitment 2024 માટે શૈક્ષણિક લાયકાત (Educational Qualification)
- કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી.
- ઉમેદવાર જ્યાં અરજી કરી રહ્યો છે તે રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશની પ્રાદેશિક ભાષામાં નિપુણ હોવું જોઈએ.
ઉંમર મર્યાદા (Age Limit)
ન્યુનતમ ઉંમર | 21 વર્ષ |
મહત્તમ ઉંમર | 30 વર્ષ |
ઉંમરમાં છૂટછાટ | SC/ST: 5 વર્ષ OBC (નોન-ક્રીમી લેયર): 3 વર્ષ PwBD: 10 વર્ષ |
ઉંમરમાં છૂટછાટ અને પાત્રતા સંબંધિત વધુ ચોક્કસ માહિતી માટે, કૃપા કરીને એકવાર સત્તાવાર સૂચના વાંચો.
NIACL Assistant Recruitment 2024 અરજી ફી (Application Fee)
SC/ ST/ PwBD | ₹100 ₹850 |
બાકીની કેટેગરીઝ | |
આપેલ સમયમર્યાદામાં અરજી ફી ચૂકવો. ફી કોઈપણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહીં, તેથી અરજી ફોર્મ સબમિટ કરતા પહેલા તમારી બધી વિગતો બે વાર તપાસો.
પસંદગી પ્રક્રિયા (Selection Process)
પ્રારંભિક પરીક્ષા | ઓનલાઈન ઓબ્જેક્ટિવ ટેસ્ટ જેમાં અંગ્રેજી ભાષા, તર્ક અને સંખ્યાત્મક ક્ષમતા પર પ્રશ્નો હોય છે. |
મુખ્ય પરીક્ષા | આમાં સામાન્ય જ્ઞાન, કમ્પ્યુટર જ્ઞાન, તર્ક, સંખ્યાત્મક ક્ષમતા અને અંગ્રેજી ભાષાના પ્રશ્નોનો સમાવેશ થાય છે. |
પ્રાદેશિક ભાષા પરીક્ષા | આ પરીક્ષા આખરી પસંદગી માટે ફરજિયાત છે. આ માટે અલગ માર્કસ આપવામાં આવતા નથી. |
NIACL Assistant Recruitment 2024 અગત્યની તારીખો (Important Dates)
શોર્ટ નોટિસ તારીખ | 11 ડિસેમ્બર 2024 |
ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ | 17 ડિસેમ્બર 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 1 જાન્યુઆરી 2025 |
પગાર ધોરણ (Pay scale)
- પગારધોરણ: ₹40,000/- પ્રતિ મહિને (એન્ટ્રી લેવલ પર, મેટ્રો સિટીમાં)
NIACL Assistant Recruitment 2024 માં ફોર્મ કઈ રીતે ભરવું ? (How to Fill Form in NIACL Assistant Recruitment 2024?)
- સત્તાવાર વેબસાઇટ https://www.newindia.co.in/ પર જાઓ.
- “Recruitment” વિકલ્પ પર ક્લિક કરો.
- તમારી વિગતો સાથે Register કરો અને Application Form ભરો.
- જરૂરી દસ્તાવેજો (ફોટો, સહી, વગેરે) Upload કરો.
- Application Fee ઓનલાઈન ચૂકવો.
- ફોર્મ Submit કરો અને ભવિષ્યના ઉપયોગ માટે ફોર્મની Print રાખો.
NIACL Assistant Recruitment 2024 Important Links
આ પણ વાંચો: PM Awas Yojana List 2025: આ લોકોને વર્ષ 2024-25માં આવાસ યોજના હેઠળ 1 લાખ 30 હજાર રૂપિયા મળશે, જુઓ નામ લાઈવ?